Posts

ખેરગામ તાલુકામાં ૭૭મા ગણતંત્ર દિવસની ગૌરવભેર ઉજવણી.

Image
  ખેરગામ તાલુકામાં ૭૭મા ગણતંત્ર દિવસની ગૌરવભેર ઉજવણી. આછવણી આશ્રમશાળા ખાતે તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો આજરોજ ૭૭મા ગણતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે ખેરગામ તાલુકાની તાલુકા કક્ષાની ઉજવણી આછવણી આશ્રમશાળા ખાતે ગૌરવભેર યોજાઈ હતી. તાલુકા વહીવટી તંત્ર વતી પ્રાંત અધિકારીશ્રી બી.એલ. માહલા સાહેબ દ્વારા તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખશ્રી રાજેશભાઈ, મામલતદારશ્રી ભાવેશભાઈ, તાલુકા હેલ્થ ઓફિસર પ્રજ્ઞેશભાઈ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મનીષભાઈ, તાલુકા પંચાયત તેમજ તાલુકાની વિવિધ કચેરીઓના અધિકારી-કર્મચારીઓ, ગામના સરપંચશ્રીઓ તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં આછવણી આશ્રમશાળા, આછવણી બંધાડ ફળિયા પ્રાથમિક શાળા તથા ખેરગામ કોલેજના વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો અને સાંસ્કૃતિક નૃત્યો રજૂ કરી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા. ઉત્કૃષ્ટ કામગીરી બદલ વહીવટી તંત્ર વતી વિવિધ વિભાગોના કર્મચારીઓને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં તાલુકા પંચાયતના ખુશ્બુબેન પટેલ (સિનિયર ક્લાર્ક), શિક્ષણ વિભાગના હેતલબેન પટેલ (શિક્ષક), આરોગ્ય વિભાગ...

આનંદદાયી શનિવાર અંતર્ગત રૂઝવણી પ્રા.શાળામાં ચોખાના રોટલા બનાવવાની વ્યવસાયલક્ષી પ્રવૃતિ.

Image
આનંદદાયી શનિવાર અંતર્ગત રૂઝવણી પ્રા.શાળામાં ચોખાના રોટલા બનાવવાની વ્યવસાયલક્ષી પ્રવૃતિ. ખેરગામ તાલુકાની રૂઝવણી પ્રાથમિક શાળામાં આનંદદાયી શનિવાર અંતર્ગત વિદ્યાર્થીઓ માટે એક અનોખી અને ઉપયોગી પ્રવૃતિ યોજાઈ. વ્યવસાયલક્ષી કૌશલ્યના વિકાસ માટે વિદ્યાર્થીઓને ચોખાના રોટલા બનાવવાની પ્રાયોગિક તાલીમ આપવામાં આવી.  શિક્ષકોએ રોટલા બનાવવાની પદ્ધતિ સાથે જરૂરી સાવચેતીઓ સમજાવી. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને શીખ્યું કે ચોખાના રોટલા બનાવવા માટે યોગ્ય પ્રેક્ટિસ ખૂબ જરૂરી છે, નહિતર હાથ દાઝી જવાની સંભાવના રહે છે. આવી પ્રવૃત્તિઓથી બાળકોમાં આત્મનિર્ભરતા, વ્યવહારુ જ્ઞાન અને જીવનકૌશલ્યનો વિકાસ થાય છે.

ખેરગામ રામજી મંદિરમાં આયુષ મેળો યોજાયો, ૩૮૧ લોકોએ લીધો લાભ

Image
ખેરગામ રામજી મંદિરમાં આયુષ મેળો યોજાયો, ૩૮૧ લોકોએ લીધો લાભ ખેરગામ તાલુકાના રામજી મંદિરમાં જિલ્લા પંચાયત સ્વભંડોળ ગ્રાન્ટથી આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા આયુર્વેદ અધિકારી વૈધ કાજલબેન મઢીકરે આયુષ શાખાની કામગીરી વિશે માહિતી આપી. આરોગ્ય સમિતિ ચેરમેન સુમિત્રાબેન ગરાસીયાએ આયુર્વેદ શાખાની કામગીરીને બિરદાવેલી. વૈધ વંદનાબેન પટેલે કેમ્પનું ઉદ્ઘાટન કર્યું. આયુષ મેળામાં તાલુકા પંચાયત સભ્યો, અધિકારીઓ, ગ્રામ પંચાયત સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. આયુર્વેદ તથા હોમિયોપેથી પદ્ધતિથી નિદાન, સારવાર અને દવા વિતરણ કરવામાં આવ્યું. આ મેળાનો કુલ ૩૮૧ લાભાર્થીઓએ લાભ લીધો હતો. આયુષ મેળામાં કારોબારી અધ્યક્ષ સુનિલભાઈ પટેલ, તાલુકા પંચાયત સભ્ય વિભાબેન પટેલ, આરોગ્ય સમિતિ ચેરમેન સુમિત્રાબેન ગરાસીયા, જિલ્લા આયુર્વેદ અધિકારી વૈધ કાજલબેન મઢીકર, આયુર્વેદ મેડિકલ ઓફિસર વૈધ વંદનાબેન પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર ડો. પ્રજ્ઞેશભાઈ દેસાઈ, સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ પૂર્વેશભાઈ ખાંડાવાલા, રામજી મંદિરના ટ્રસ્ટી અરવિંદભાઈ ચૌહાણ, સરપંચ ઝરણાબેન પટેલ, ગ્રામ પંચાયતના સભ્યો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત...